પીપલોદ ગામે કાપડીઆ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર પુરપાટ દોડી જતી એસટી બસની ટક્કર વાગતા
દાહોદ, તા.૧૪
દે.બારીયા તાલુકાના પીપલોદ ગામે કાપડીઆ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર પુરપાટ દોડી જતી એસટી બસની ટક્કર વાગતા એક ભેંસનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર પીપલોદ ગામના હરીજનવાસ ફળીયામાં રહેતા કમલેશભાઈ બાબુભાઈ પટેલની તેમના ઘરે બાંધેલ ભેંસ ખુંટેથી છુટીને નાસી ગઈ હતી. અને આ ભેંસને પકડવા કમલેશભાઈ પટેલે પ્રયાસો પણ કર્યા હતા. પરંતુ ભેંસ હાથમાં આવી નહતી અને ભેંસ નાસતી રહી હતી. તે દરમ્યાન તેના ઘરેથી થોડે દુર ગોધરાથી દાહોદ તરફ જતા આવતા હાઈવે રોડ ઉપર પીપલોદ ગામે કાપડીયા પેટ્રોલપંપ નજીક રોડ પર તે ભેંસને પુરપાટ દોડી આવતી જીજે ૧૮ ઝેડ ૧૬૬૬ નંબરની એસટી બસે અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતા ભેંસને ગંભીર ઈજાઓ થતા ભેંસનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
આ સંબંધે ભેંસના માલિક પીપલોદ ગામના હરિજનવાસ ફળીયામાં રહેતા કમલેશભાઈ બાબુભાઈ પટેલ(વાÂલ્મકી)એ દે.બારીયા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ર૭૯, ૪ર૯ તથા એમવી એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

