દાહોદ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો 2089 ને આંબી ગયો
દાહોદ તા.24
દાહોદ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો 2089 ને આંબી ગયો છે જ્યારે એક્ટીવ કેસ 176 પર પહોંચ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના 376 પૈકી 16 અને રેપીટ ટેસ્ટના 1049 પૈકી 03 એમ આજે તારીખ ૨૨મી નવેમ્બરના રોજ 19 કોરોના પોઝીટીવ કેસો દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી 06, ઝાલોદ અર્બનમાંથી 2,ઝાલોદ ગ્રામ્યમાંથી 01, દેવગઢ બારીઆ અર્બનમાંથી 06, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી એક, લીમખેડામાંથી 02 અને ધાનપુર માંથી એક કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી હોસ્પિટલમાંથી રજા લીધી હતી અને અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુ આંક ૭૬ને પાર થઈ જવા પામ્યો છે.
#Sindhuuday Dahod