દાહોદમાં કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ વધુ બે દુકાનો સીલ કરવામાં આવી

દાહોદ તા.૨૪
દાહોદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કેસોને ધ્યાને રાખી બેકરકારી દાખવી રહેલા દાહોદ શહેરના વેપારી તેમજ દુકાનદારો સામે વહીવટી તંત્ર દ્વારા આજે પણ કાર્યવાહી હાથ ધરતાં વધુ બે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. સતત ત્રણ દિવસથી એક્શનમાં આવેલ પાલિકા તંત્રએ સાત જેટલી દુકાનોને કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં કુદકે ને ફુસકે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર સમેત સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા અનેકવાર કોરોના સંક્રમણથી બચવા જિલ્લાની જાહેર જનતાને અનેકવાર અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ નિયમોનું પાલન કરવા પણ જણાવાઈ રહ્યું છે પરંતુ કેટલાક લોકો તેમજ કેટલાક વેપારીઓ તેમજ દુકાનદારો કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લેતાં નથી અને આવા વેપારીઓ સામે મજબુર બની દાહોદ વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવી પડી રહી છે. દાહોદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર સાત જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આજે પણ વધુ બે દુકાનોને કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ સીલ કરી દેવામાં આવી છે જેમાં એક દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાન અને બીજી એક રાત્રી બજાર ખાતે આવેલ ચિયર્સ ફાસ્ટફુડની દુકાનને સીલ કરી દેવામાં આવી છે. રાત્રીના ૯ વાગ્યા બાદ પણ દાહોદ શહેર પોલીસ દ્વારા સ્ટેશન રોડ ખાતે ભરપોડા સર્કલ પર વોચ ગોઠવી ઉભા રહે છે અને માસ્ક વગર ફરતાં બેદકરાર લોકો સામે લા આંખ કરી સ્થળ પરજ દંડનીય કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે. દિવાળીના માહોલ બાદ દાહોદ શહેરવાસીઓને જાણે ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. કોરોના સંક્રમણના ફેલાવાથી ડરતાં નથી તેમ પણ જણાઈ આવ્યું છે અને માસ્ક વગર ફરતાં પણ જાેવા મળી રહ્યા છે ત્યારે આવા લોકો સામે પણ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!