દાહોદ જિલ્લામાં આજે ફરી ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લામાં આજે ફરી ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. આ ૧૬ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૦ કેસો સામે આવ્યા છે. આ સાથે જ દાહોદ જિલ્લામાં કુલ એક્ટીવ કેસો ૧૮૨ને પાર થઈ ગયો છે. આજે વધુ એકના મોત સાથે કોરોનાથી મોતનો કુલ આંકડો જિલ્લામાં ૭૮ને આંબી ગયો છે.
શહેરી વિસ્તારોમાંથી કોરોનાએ ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. આ પણ એક ચિંતાનો વિષય છે. આજે આર.ટી.પી.સી.આર.ના ૧૨૪ પૈકી ૧૨ અને રેપીટ ટેસ્ટના ૪ પૈકી આજે ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં દાહોદ અર્બનમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧, ગરબાડામાંથી ૧, ધાનપુરમાંથી ૨ અને ફતેપુરામાંથી ૧ કેસોનો સમાવેશ થાય છે. આજે વધુ ૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસ ૧૮૨ સુધી પહોંચ્યા છે.
#Sindhuuday Dahod

