હારજીતના જુગાર પર દાહોદ તાલુકા પોલીસે ઓચિંતો છાપો મારી રોકડ, મોબાઈલ,
દાહોદ, તા.૧૪
દાહોદ તાલુકાના રળીયાતી ગામે ગતરાતે નવી વસાહતમાં કાચા છાપરાની આગળ ખુલ્લી જગ્યામાં રમાતા પત્તાપાનાના હારજીતના જુગાર પર દાહોદ તાલુકા પોલીસે ઓચિંતો છાપો મારી રોકડ, મોબાઈલ, વગેરે મળી રૂપિયા ૪૭૪૦ ના મુદ્દામાલ સાથે નવ જેટલા જુગારીઆઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર રળીયાતી નવી વસાહતમાં રહેતા હારૂનભાઈ સિકંદરભાઈ શેખ, ચંદુભાઈ કચરૂભાઈ ભોઈ, મહંમદ સફીક ઈરમહંમદ ભીસ્તી, અફસરભાઈ અખ્તરહુસેન દિવાન સિદ્દીકભાઈ છોટુભાઈ ભીસ્તી, મહંમદભાઈ હુસેનભાઈ શેખાવત તથા દાહોદ મોટા ઘાંચીવાડામાં રહેતા જીલ્લુભાઈ જમીલભાઈ પઠાણ, રસીદભાઈ ઈબ્રાહીમભાઈ ગરબાડાવાલા તથા ફીરદોશભાઈ યુસુફભાઈ પીંજારા એમ કુલ નવ જણા ગત તા.૧ર.૧૧.ર૦૧૮ના રોજ રાતના સાડા અગ્યાર વાગ્યાના સુમારે રળીયાતી નવી વસાહત રહેતા બસીર હુસેન શેખના કાચા છાપરાની આગળ ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે રૂપિયા પર હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે વખતે દાહોદ તાલુકા પોલીસે ઓચિંતો છાપો મારી ચારે તરફથી ઉપરોક્ત નવ જુગારીયાઓની અટક કરી અને તેઓની અંગ ઝડતી લઈ રૂપિયા ૩૩ર૦ ની રોકડ તથા રૂપિયા ૯૦૦ની કુલ કિંમતના મોબાઈલ ફોન નં.૩ તથા દાવ પરના રૂપિયા પર૦ મળી રૂપિયા ૪૭૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત નવ જુગારીયાઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧ર મુજબ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

