દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૧૨૮ને પાર કરી ચુક્યો
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૧૨૮ને પાર કરી ચુક્યો છે. આજના ૨૩ પૈકી ૧૭ કેસો તો ઝાલોદ તાલુકામાંથી જ સામે આવ્યા છે જેમાંથી ૬ કેસો ઝાલોદ અર્બન અને બાકીના ૧૧ ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના છે. દાહોદ બાદ ઝાલોદ ગ્રામીણ વિસ્તારો કોરોના વકરી રહ્યો છે અને દિવસે દિવસે કુદકેને ભુસકે વધતી કેસોની સંખ્યામાં હવે કોરોનાએ જાણે ગ્રામીણ વિસ્તારો તરફ પ્રયાણ કર્યું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૫૦ પૈકી ૨૦ અને રેપીટ ટેસ્ટના ૧૫૩૭ પૈકી ૩ મળી આજે ૨૩ કોરોના સંક્રમણના કેસો પોઝીટીવ આવ્યા છે. આ ૨૩ પૈકી દાહોદ અર્બનમાંથી ૪, ઝાલોદ અર્બનમાંથી ૬, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧ અને ગરબાડામાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. આજે ૯ દર્દીઓએ હોસ્પિટલમાંથી સાજા થઈ રજા લેતાં એક્ટીવ કેસ ૧૯૫ રહેવા પામ્યા છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી ૭૯ લોકોએ પોતાની જીવ ગુમાવી બેઠા છે. આજે ૨૬ કેસો પૈકી માત્ર ૧૭ કેસો તો ઝાલોદમાંથી જ સામે આવ્યા છે અને તેમાંય ૧૧ કેસો ગ્રામીણ વિસ્તારના છે. અર્બન વિસ્તારની સાથે સાથે હવે કોરોના સંક્રમણે ગ્રામીણ વિસ્તારમાં પોતાની પકડ જમાવી છે ત્યારે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા જે પ્રમાણે અર્બન વિસ્તારો ટેસ્ટીંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી છે તેવી જ રીતે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થાનીક લેવલે ટેસ્ટીંગ લેવલ વધારવામાં આવે તેવી તાતી જરૂરીયાત છે.
#Sindhuuday Dahod