દાહોદમાં વધુ ૧૯ કોરોના કેસો સાથે જિલ્લામાં કુલ આંકડો
દાહોદ તા.૨૭
દાહોદમાં આજે વધુ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૧૪૭ને પાર થઈ ગયો છે જ્યારે એક્ટીવ કેસની સંખ્યા ૧૯૫ પર પહોંચી છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૧૬ પૈકી ૧૧ અને રેપીટ ટેસ્ટના ૧૮૭૭ પૈકી ૮ મળી ૧૯ કેસો નોંધાયા છે. આ ૧૯ પૈકી દાહદોદ અર્બનમાંથી ૧૨ કેસો સામે આવ્યા છે જ્યારે ઝાલોદ અર્બનમાંથી ૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧, લીમખેડામાંથી ૧ અને ગરબાડામાંથી ૧ એક કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી કુલ ૮૦ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે.
#Sindhuuday Dahod

