દાહોદ તાલુકાના ગમલા ગામે આવેલ પાટાડુંગરી કેનાલમાં ગાબડું પડતાં પાણીનો મારો આસપાસના ખેતરોમાં ફરી વળ્યા
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ગમલા ગામે આવેલ પાટાડુંગરી કેનાલમાં ગાબડું પડતાં પાણીનો મારો આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી જઈ કેનાલને રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગતરોજ પાટાડુંગરી જમણા કાંઠા મુખ્ય નહેર ગમલા તળાવ પાસે કેનાલમાં ગાબડું પડી જવાથી હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને નીચે ઘણા બધા ખેતરોના પાકમાં નુકસાન થયું છે. પાણી વધારે પડતું વેડફાટ છે. સ્થળ પર ખેડુતો સાથે વાતચીત કરતાં સવારે ૯ વાગ્યા સુધી કોઈપણ અધિકારી આવ્યા ન હતા તથા સંબંધિત કર્મચારીઓ આવ્યા હતા પરંતુ તેઓના કાર્યપાલક ઈજનેર મુખ્ય મથકમાં રહેતા ન હોવાના કારણે તેઓ જાેડે આ બાબતે વાતચીત થઈ ન હતી અને ખરી સીઝનના કારણે આ ગાબડું ક્યારે ભરાશે તે નક્કી નથી. આજે આ ગાબડુ ભરવાનું ચાલુ કર્યું પરંતુ કેટલો સમય સુધી ગાબડું ભરાશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. જાણવા મળ્યા અનુનાસર, પાણી પુરવઠા દ્વારા પાણીની પાઈપ લાઈનની કામગીરી માટે બખોલું કરવામાં આવ્યું હતુ અને ત્યાર બાદ પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતુ. આ કેનાલમાં પાણી આવતાંની સાથે જ નજીકમાં આવેલ એક કેનાલમાં ગાબડુ પડી ગયું હતુ અને જાેત જાેતામાં કેનાલનું પાણી આસપાસના વિસ્તારમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતુ. ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેતરના પાકને પણ નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં કારીગરોની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.
#Sindhuuday Dahod