દાહોદ જિલ્લામાં આજે એક સાથે 29 કોરોના સંક્રમણના કેસોનો રાફડો ફાટતાં દાહોદ જિલ્લાવાસીઓમાં ફફડાટ
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં આજે એક સાથે 29 કોરોના સંક્રમણના કેસોનો રાફડો ફાટતાં દાહોદ જિલ્લાવાસીઓ સહિત આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ૨૯ પૈકી દાહોદ અર્બનમાંથી જ ૦૯ અને ફતેપુરામાંથી ૧૦ કેસોનો સમાવેશ થાય છે. ધીરે ધીરે કોરોના શહેર વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પગ પેસારો કરતાં આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે આજે રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી સાજા થઈ પરત ઘરે જતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે એકસાથે ૩૫ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આર.ટી.પી.સી.આર.ના ૧૧૨ પૈકી ૨૩ અને રેપીટ ટેસ્ટના ૧૫૯૧ પૈકી ૦૬ મળી આજે ૨૯ કોરોના પોઝીટીવ કેસો દાહોદ જિલ્લામાં નોંધાવા પામ્યા છે જેમાં દાહોદ અર્બનમાંથી ૦૯, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૧, ગરબાડામાંથી ૧, સંજેલીમાંથી ૧ અને ફતેપુરામાંથી એક સાથે ૧૦ કેસનો વધારો થતાં ફતેપુરાવાસીઓમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. આજે ૩૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં હવે એક્ટીવ કેસ ૧૮૯ રહેવા પામ્યા છે ત્યારે કોરોનાથી અત્યાર સુધી દાહોદ જિલ્લામાં ૮૦ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે.
#Sindhuuday Dahod