દાહોદમાં આજે પણ કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ વધુ એક દુકાનને સીલ કરી દેવાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો
દાહોદ તા.૨૮
દાહોદમાં આજે પણ કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ વધુ એક દુકાનને પાલિકા તંત્ર તેમજ દાહોદ પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા સીલ કરી દેવાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આજે સતત સાત થી આઠ દિવસના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરમાં એક્શનમાં આવેલ તંત્ર દ્વારા નવથી વધુ દુકાનોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાનના ભંગ બદલ દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પણ દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલ અજીત ગાંધી નામની સોનીની દુકાનને સોશીયલ ડિસ્ટન્સના ભંગ બદલ સીલ કરી દેવામાં આવી છે. આજે પ્રાંત અધિકારી તેમજ દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા દાહોદ શહેરમાં તપાસ અર્થે નીકળ્યા હતા.
#SIndhuuday DAhod