એક યુવાને યુવતીનું લગ્ન કરવાના ઈરાદે સીવણ ક્લાસ ખાતેથી અપહરણ કરી લઈ જઈ
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના બામરોલી ગામે એક યુવાને યુવતીનું લગ્ન કરવાના ઈરાદે સીવણ ક્લાસ ખાતેથી અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતા યુવતીએ આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનુ જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે રહેતો વિનોદભાઈ શનાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીને ગત તા.૦૭.૦૭.૨૦૧૮ ના રોજ બામરોલી ગામે આવેલ સીવણ ક્લાસ ખાતેથી યુવતીને પÂત્ન તરીકે રાખવા સારૂ બળજબરીપુર્વક અપહરણ કરી લઈ ગયો હતો અને વિનોદભાઈ શનાભાઈ બારીયાએ મારી નાખવાની ધમકીઓ આપી યુવતીની મરજી વિરૂધ્ધ વિનોદભાઈએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો.
આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ યુવતીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

