દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૨૨૦૬ને વટાવી ચુક્યો
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૨૨૦૬ ને વટાવી ચુક્યો છે. આજે વધુ ૧૫ દર્દીઓને હોસ્ટિલમાંથી રજા પણ આપવામાં આવી હતી અને તેની સાથે એક્ટીવ કેસ૧૮૪ રહેવા પામ્યા છે.
આર.ટી.પી.સી.આર.ના ૪૮૭ પૈકી ૧૧ અને રેપીટ ટેસ્ટના ૧૪૨૮ પૈકી ૦૪ મળી આજે ૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૭, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧ અને ગરબાડામાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ધીમી ગતિએ કોરોના સંક્રમણનો પ્રકોપ વધી રહ્યો છે. આ બાબત આરોગ્ય તંત્ર માટે પણ ચિંતા વિષય સમાન છે.
#Sindhuuday Dahod