દાહોદ જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ લીમખેડા પ્રાંત અધિકારી શ્રી દિનેશભાઇ હડીયલનું કોરોના સંક્રમણથી અવસાન : જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ સદગતને શ્રદ્ધાંજલિ આપી

દાહોદ તા.૫
દાહોદ જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી દિનેશભાઇ હડીયલનું કોરોના સંક્રમણથી ૪૯ વર્ષની વયે અવસાન થયું છે. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાંત અધિકારી શ્રી હડીયલનો ગત તા. ૧૯ નવેમ્બરના રોજ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો અને સત્તર દિવસ સુધી કોરોનાનો સામનો કર્યા બાદ તેમણે આજે સવારે પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રાંત અધિકારી શ્રી ડી.કે. હડીયલે વર્ષ ૨૦૦૫ માં તાલુકા વિકાસ અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ગત તા. ૯ નવેમ્બરે તેમને એડીશનલ કલેક્ટર તરીકે બઢતી મળી હતી. તાલુકામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી હતી. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પ્રાંત અધિકારીશ્રીના નિધન માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને શોકસંતૃપ્ત પરિજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!