દાહોદ શહેરમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાનો સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો.
દાહોદ તા.૧૮
દાહોદ શહેરમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાનો સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ,ધારાસભ્ય સહિત આગેવાનો તેમજ કાર્યકરો સહિત શહેર સહિત ગ્રામ્ય પ્રજા મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી હતી.
ભારતીય જનતા પાર્ટી,દાહોદ જિલ્લાનો સ્નેહ મિલન સંમેલન આજરોજ દાહોદ શહેરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારના ૧૧ વાગ્યે યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર,ધારાસભ્ય બચુભાઈ ખાબડ, આગેવાનો સહિત કાર્યકરો તેમજ જાહેર નજતા મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપÂસ્થત મહેમાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને પોતાના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર વિવિધ મુદ્દે આકરા પ્રહારો પણ કર્યા હતા.