દાહોદ જિલ્લામાં વધુ ૧૨ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૨૩૬૩ને પાર
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં આજે ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૩૬૩ને પાર કરી ચુક્યો છે. આજે વધુ ૨૫ દર્દીઓને એક સાથે હોસ્પિટલમાંથી રજા અપાતાં હવે એક્ટીવ કેસની સંખ્યા ૧૨૯ રહેવા પામી છે.
ગઈકાલ રાતથી વરસાદી માહૌલ વચ્ચે આજે પણ આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદ અને બેવડી ઋતુના પગલે આવનાર દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે જેમાં આર.ટી.પી.સી.આર.ના ૨૭૨ પૈકી ૧૨ અને રેપીટ ટેસ્ટના ૧૩૮૦ પૈકી એક પણ કેસ નોંધાયા નથી માત્ર આર.ટી.પી.સી.આર.ના ૧૨ કેસ નોંધાયા છે જેમાં દાહોદ અર્બનમાંથી ૦૭, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧ અને લીમખેડામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની કુલ સંખ્યા ૮૬ ઉપર પહોંચી છે.
#Sindhuuday Dahod