ઉચવાણિયા ગામે રેલ્વેની જમીનના પૈસા મળવાના મામલે બે પરિવારો વચ્ચે હિંસક ધિંગાણું : ૧૦ થી વધુ ઈજાગ્રસ્ત
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે એકજ કુટુંબના બે પરિવારની જમીન રેલ્વેની જમીનમાં આવતી હોય આ જમીનના રેલ્વેમાંથી પૈસા મળવાના હોઈ આ માટે સહીઓ, અંગુઠા કરાવવા મામલે બે પરિવારો વચ્ચે થયેલ ભારે ધિંગાણામાં બંન્ને પરિવારો વચ્ચે મારક હથિયારો ઉછળતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ આ છુટા હાથની અને મારક હથિયારની મારામારીમાં બંન્ને પક્ષોના આશરે મહિલા સહિત સાત થી આઠ વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે અને આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ઉચવાણીયા ગામે જાેગા ફળિયામાં રહેતા ટીમુભાઈ ઝીથરાભાઈ ભુરીયા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૧૨મી ડિસેમ્બરના રોજ પોતાના જ ફળિયામાં રહેતા ખરગુભાઈ કીકાભાઈ ભુરીયા, રમણભાઈ ફતીયાભાઈ ભુરીયા, મહેશભાઈ પારૂભાઈ ભુરીયા, તોલીયાભાઈ રૂમાલભાઈ ભુરીયા, નવિનભાઈ પારૂભાઈ ભુરીયા, ફતિયાભાઈ જગવાનભાઈ ભુરીયા, નરેશભાઈ તોલીયાભાઈ ભુરીયા, કમલેશભાઈ તોલીયાભાઈ ભુરીયા, અકુબેન પારૂભાઈ ભુરીયા, અનિલભાઈ પારૂભાઈ ભુરીયા નાઓ ટીમુભાઈના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેલ કે, જમીન રેલ્વે લાઈનમાં જતી હોય અને રેલ્વેના પૈસા મળવાના હોય, અમારે પણ રેલ્વેના પૈસામાં ભાગ જાેઈએ છે, સહી, અંગુઠા કરવા બાબતે ઝઘડો તકરાર કરી ભારે ધિંગાણુ મચાવ્યા બાદ એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત તમામે પોતાની સાથે મારક હથિયારો લઈ દોડી આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી બનાવી ટીમુભાઈના ઘરે ઘસી આવ્યા હતા અને ટીમુભાઈને, ભીમાભાઈને, હેમાભાઈને બાબરીબેનને કુહાડી, લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ટીમુભાઈ ઝીથરાભાઈ ભુરીયા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સામાપક્ષેથી આ સંબંધે ઉચવાણિયા ગામે જાેગા ફળિયામાં રહેતા મહેશભાઈ પારૂભાઈ ભુરીયા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૧૨મી ડિસેમ્બરના રોજ તેમના જ ફળિયામાં રહેતા ભીમાભાઈ ઝીથરાભાઈ, હેમાભાઈ ઝીથરાભાઈ, સેફાભાઈ ઝીથરાભાઈ, મુકેશભાઈ બીજલભાઈ, ટીમુભાઈ ઝીથરાભાઈ, ગમાભાઈ ઝીથરાભાઈ, કીકીયાભાઈ ખુશાલભાઈ, બીજલભાઈ શકરીયાભાઈ, રમસુભાઈ કીડીયાભાઈ, બાબરીબેન ઝીથરાભાઈ, બદીબેન ટીમુભાઈ, કપુરાૂબેન ભીમાભાઈ, વરમાબેન ગમાભાઈ અને શન્તુબેન હેમાભાઈ તમામ જાતે ભુરીયાનાઓ મારક હથિયારો ધારણ કરી મહેશભાઈના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી રેલ્વેની જમીનના આવવાના પૈસા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગેરકાયદેસર મંડળી બનાવી, મહેશભાઈને, નવિનભાઈને, તોલીયાભાઈને, રમણભાઈને, રાજુભાઈને કુહાડી વડે, લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતુ.
આ સંબંધે કતવારા પોલીસે બંન્ને પક્ષો ફરિયાદ નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Sindhuuday Dahod

