દેવગઢ બારીઆ અને ઝાલોદ તાલુકામાંથી પોલીસે કુલ રૂા.૧,૨૯,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે બેની અટક કરી
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં દેવગઢ બારીઆ અને ઝાલોદ તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ પ્રોહીની પોલીસ દ્વારા બે રેડ દરમ્યાન પોલીસે કુલ રૂા.૧,૨૯,૩૬૦ ના પ્રોહી જથ્થા સાથે એક બનાવમાં પીકઅપ ફોર વ્હીલર અને બીજા એક બનાવમાં બોલેરો ગાડી મળી બે વાહનો કબ્જે કર્યાનું જ્યારે એક બનાવમાં એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે આંકલી ગામે પોલીસ વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી એક પીકઅપ ગાડી પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર ડ્રાઈવર હિમ્મતભાઈ વિનુભાઈ બારીયા (રહે.કનસીયા, ઘોઘંબા, પંચમહાલ) અને વાહન માલિક ધ્રુેશ મોહસીન શબ્બીર (રહે. મુસ્લીમ સોસાયટી, ગોધરા, પંચમહાલ) નાઓ પોલીસથી પકડાઈ જવાની બીકે પોતાનું કબજાનું વાહન પીઅકપ ગાડી સ્થળ પર જ મુકી નાસી ગયા હતા. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૫૬ કિંમત રૂા.૩૬,૮૪૦ તેમજ ૩ લાખની પીકઅપ ગાડી મળી તેમજ એક મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૩,૩૭,૩૪૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ સાગટાળા પોલીસે ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ગરાડું ગામે ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ગરાડું ગામે વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી એક નંબર વગરની સફેદ કલરની બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે જ તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર જયમિનભાઈ મિનેશભાઈ તાવિયાડ (રહે.કાળીયા, લખણપુર,તા.ફતેપુરા,જિ.દાહોદ) અને એક બાળ કિશોર બંન્નેની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૬૦૦ કિંમત રૂા.૯૨,૫૨૦ ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડી મળી પોલીસે કુલ રૂા.૨,૪૬,૫૨૦ નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત બંન્ને વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

