દાહોદ જિલ્લામાં કોરોનાએ ૨૪૦૧નો આંકડો પાર કર્યાે
દાહોદ તા.૧૪
દાહોદમાં આજે વધુ ૦૯ કોરોના દર્દીઓના સમાવેસ સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૪૦૧ને પાર થઈ ચુક્યો છે. દિવાળી બાદ એકાએક વધેલા કોરોના સંક્રમણના કેસો બાદમાં હવે કોરોનાએ જિલ્લામાં મંથર ગતિએ આગળ વધી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૭૬ પૈકી ૦૪ અને રેપીટ ટેસ્ટના ૮૭૯ પૈકી ૦૫ મળી આજે કુલ ૦૯ કેસો નોંધાયા છે જેમાંથી દાહોદ અર્બનમાંથી ૦૨, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડમાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવની સંખ્યામાં ૧૧૮ રહેવા પામી છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી કુલ ૮૭ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે.
#Sindhuuyda Dahod

