લીમખેડાના માંડલી ગામે કુવામાં ડિપડો પડ્યો
દાહોદ તા.૧૪
લીમખેડા તાલુકાના માંડલી ગામે ગતરોજ રાત્રીના સમયે એક દિપડો ગામમાં ગામના એક કુવામાં ખાબકી પડતાં વહેલી સવારે કુવા તરફ જતાં લોકોને આ દિપડો નજરે પડ્યા નજીકના વન વિભાગની ટીમને જાણ કરાતાં ટીમ દોડી આવી હતી અને અત્યારે આ દિપડાને બહાર કાઢવા રેશ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે માંડલી ગામે ગતરોજ રાત્રીના સમયે એક દિપડો ખોરાકની શોધમાં આવી ચડ્યો હતો. આ દરમ્યાન દિપડો ગામમાં આવેલ એક કુવામાં પડી જતાં વહેલી સવારે આ કુવા તરફ જતાં લોકોને આ દિપડો કુવામાં પડ્યો હોવાનું દેખાતા પ્રથમ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે નજીકના વન વિભાગને જાણ કરાતાં વન વિભાગની રેશ્ક્યુ ટીમ તાત્કાલિક માંડલી ગામે દોડી ગઈ હતી. કુવામાંથી હાલ દિપડાને બહાર કાઢવાની કામગીરી વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ફરીવાર દાહોદ જિલ્લામાં દિપડાના આગમનને પગલે જંગલ વિસ્તાર તરફ રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે. અગાઉ ભુતકાળમાં દાહોદ જિલ્લામાં અનેકવાર દિપડાના દર્શન થતાં જાેવા મળ્યા હતા અને ઘણા બનાવોમાં તો આવા દિપડાએ લોકોના જીવ પણ લીધા છે અને ઘણા લોકોને બચકા ભરી ઈજાઓ પહોંચાડ્યાના બનાવોમાં પણ બનવા પામ્યા હતા.
#Sindhuuyda Dahod