દાહોદના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂા.૧ લાખની મત્તાની ચોરી કરી ફરાર

દાહોદ, તા.૧પ
દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રહેતા તબીબ રેલ્વે દવાખાને ડ્યુટી ઉપર ગયા હોવાનો લાભ લઈને તસ્કરો સમી સાંજે તેમના ઘરમાંથી રોકડ સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જતા ભય ફેલાયો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
તેલંગાણાના ઉંકોડી ગામના મુળ વતની અને હાલ દાહોદ શહેરના ફિલેન્ડગંજ વિસ્તાર પાંચ રસ્તા ઉપર એલ/૮૯૬ નંબરના કવાર્ટરમાં રહેતા સુરેન્દરભાઈ રામાસ્વામી ડોડી શહેરના રેલ્વે મુખ્ય હોસ્પીટલમાં તબીબ તરીકેની ફરજ બજાવે છે. ૧૩ તારીખની સાંજના છ વાગ્યાના અરસામાં તેઓ દવાખાને ફરજ ઉપર ગયા હતા. ત્યારે આ બાબતનો લાભ લઈને રાતના સમયે ઘરનું તાળુ તોડીને પ્રવેશેલા તસ્કરો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તસ્કરો દિવાલ ઉપર લગાવેલી ટીવી પલંગ ઉપર મુકી ગયા હતા.
આ સાથે અંદરના રૂમમાં કાળા રંગના પર્સમાં રાખેલા પ૦ હજાર રૂપિયા અને તેમાં મુકી રાખેલી પ૦ હજાર રૂપિયાની કિંમતની ચેનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ૧૪ તારીખની પરોઢના સવા સાત વાગ્યાના અરસામાં ઘરની બહાર સામાન પડેલો જાેઈને પાડોશી એનીબેન પરમારે ફોન કરીને સુરેન્દરભાઈને જાણ કરી હતી. ર્ડા.સુરેન્દરભાઈ ડોડીએ આ અંગે શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: