એસ.ટી.કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવામાં આવે તેવી રજુઆત સાથે ગુજરાત મજદુર યુનિયન,ઝાલોદ દ્વારા કલેક્ટરને આવેદન

દાહોદ તા.૧૬
ગુજરાત મજદુર યુનિયન, ઝાલોદ દ્વારા નિવૃત એસ.ટી.કર્મચારી ભાઈનો પેન્શનમાં વધારો કરવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, લાગતા વળગતાં અધિકારીઓ, પદાધિકારીઓને છેલ્લા કેટલાંક વર્ષોથી આ નિવૃત એસ.ટી. કર્મચારી ભાઈઓના પેન્શનમાં વધારો થાય તેવી રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આ કર્મચારીઓને મોંધવારીમાં માત્ર રૂા.૧૦૦૦ થી ૨૫૦૦ જેટલું માસિક પેન્શન ચુકવવામાં આવે છે. અત્યાર સુધી આ કર્મચારીઓએ કોઈ ઉગ્ર આંદોલન કે કોઈ પ્રકારની ચીમકી આપી નથી. સરકાર દ્વારા તાકિદે પેન્શનમાં વધારો કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આવનાર સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નાછુટકે આ કર્મચારીઓ ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!