દાહોદ જિલ્લામાં વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૨૪૨૯
દાહોદ તા.૧૬
દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૪૨૯ને પાર થઈ ચુક્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ગ્રામીણ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. આ એક ચિંતાનો પણ વિષય છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૮૮ પૈકી ૦૮ અને રેપીટ ટેસ્ટના ૧૧૨૫ પૈકી ૦૬ મળી કુલ ૧૨ કેસો આજે સામે આવ્યા છે. આ ૧૨ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૪, ગરબાડામાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૧૭ રહેવા પામી છે ત્યારે બીજી તરફ કોરોનાથી જિલ્લામાં કુલ ૮૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuyda Dahod