દાહોદમાં પાલિકા દ્વારા અસ્થાઈ દબાણ દબાઈ હટાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં આજરોજ પાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે, અસ્થાઈ દબાણ, ઝુકાટ અને લારી પથારાઓ ઉપર લાલ આંખ કરી દબાણ હટાવ કામગીરી આરંભ કરવામાં આવી છે. આ કામગીરી નગરપાલિકાથી લઈ દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તાર તરફ કરવામાં આવી હતી.
દાહોદ નગરપાલિકાના સત્તાધિશો, કર્મચારીઓમાં આજથી સ્ફુર્તિ આવી હોય તેમ લાગી રહ્યું છે. આજથી દાહોદ પાલિકાના સત્તાધિશો દ્વારા અનેક કામગીરી શહેરમાં આરંભ કરી દેવામાં આવી છે. આવી જ સ્ફુર્તિ જાે પાલિકાના સત્તાધિશો કાયમ રાખે તો સ્માર્ટ સીટી તરફનો માર્ગ મોકળો સાબીત થતો વાર નહીં લાગે. આજે પાલિકાના દ્વારા ગેરકાયદે, અસ્થાઈ દબાણ હટાવવાની કામગીરી આરંભ કરવામાં આવી હતી જેમાં પાલિકા ચોકથી લઈ સ્ટેશન રોડ, ઠક્કર ફળિયા, રેલ્વે સ્ટેશન તરફના ઝુકાટો, લારી, પથારાવાળોને દુર કરવામાં આવ્યા હતા અને જરૂરી જણાયું ત્યા કાર્યવાહી પણ હાથ ધરી હતી. આજની આ દબાણ હટાવ કામગીરીને પગલે દાહોદમાં ગેરકાયદે દબાણ કરી બેઠેલા તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે અને આ સમાચાર વાયુવેગે પંથકમાં ફેલાતા કેટલાક દબાણ કર્તાઓ દ્વારા પાલિકાની ટીમ પહોંચે તે પહેલાં જ પોતાના ગેરકાયદે દબાણો પાલિકાની નજરોથી દુર કરી દીધા હતા. પાલિકાની સાથે પોલીસની ટીમ પણ તૈનાત હતી.
#Sindhuuyda Dahod