આજે વધુ ૧૬ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કુલ આંકડો ૨૪૪૫
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં આજે એક સાથે ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૪૪૫ને પાર થઈ ચુક્યો છે. હવે ધીરે ધીરે કોરોના શહેરી વિસ્તારો સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૫૧ પૈકી ૧૧ અને રેપીટ ટેસ્ટના ૧૧૧૨ પૈકી ૦૫ મળી આજે કુલ ૧૬ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૨, દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, સીંગવડમાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે સાથે દરરોજ ઘણા દર્દીઓ આ કોરોના સંક્રમણથી સાજા થતાં તેઓને રજા આપવાની કામગીરી પણ હોસ્પિટલ સત્તાધિશો દ્વારા કરવામાં આવી રહી છે. આજે વધુ ૧૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી હોસ્પિટલમાંથી રજા લીધી હતી. આ સાથે એક્ટીવ કેસની સંખ્યા ૧૧૯ રહેવા પામી છે અને અત્યાર સુધી કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને ૮૯ થઈ ગઈ છે.
#Sindhuuyda Dahod