દેવગઢબારિયા નગર ચેનપુર રોડ પર આવેલ ઘાટી ફળીયા વિસ્તાર રહેણાંક મકાનમાં આગ લાગતા તેમાં મુકેલ ઇલેક્ટ્રોનિક વિજાણુ બળીને ખાક લાખો રૂપિયાનું નુકસાન
દેવગઢ બારિયા નગરના ચેનપૂર રોડ ઉપર આવેલ ઘાટી ફળિયા વિસ્તારના એક રહેણાંક મકાન માં નગર નાં એક વેપારીનો ઇલેક્ટ્રોનિક સામાન મુકેલ હતો જે મકાન માં આગ લાગતા બધું બળીને ખાક અંદાજે રૂપિયા ૧૨થી ૧૩ લાખનું નુકસાન આસપાસ આગ નાં ફેલાઈ તે માટે સ્થાનીક લોકો એ આગ ઓલવવાં કામે લાગ્યા .
દેવગઢબારિયા નગરના ચેનપુર રોડ ઉપર આવેલ ઘાટી ફળિયા વિસ્તારના નીચવાસમાં રહેતા નાનાભાઈ મોતીભાઈ નું કાચું નળીયા વાળુ મકાન આવેલ છે જે મકાનની આસપાસ પણ અનેક કાચા પાકા મકાન આવેલ છે જે મકાનની અંદર નગરના એક ઇલેક્ટ્રોનિક ના વેપારીનો ૧૨થી ૧૩ લાખ રૂપિયાનો એ.સી .ફ્રિજ. કૂલર .ટીવી નો મોટો જથ્થો મૂક્યો હતો જે મકાનમાં સવારના આશરે દસ વાગ્યા ના અરસમાં આ મકાનમાં અચાનક આગ લાગતાં મકાનમાં આગના ગોટે ગોટા ફેલાતા ફળિયામાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવા માટે સ્થાનિક ફાયર ફાઈટરની જાણ કરી લોકો દ્વારા આગ ઓલવવા પાણીની ડોલ થી તેમજ મોટરથી અન્ય મકાનમાં આગ ન ફેલાય તે માટે પાણી નો મારો ચલાવ્યો હતો અને આગ અન્ય મકાનોમાં પ્રસરવા દીધી ન હતી ત્યારે આ બનાવને લઇ સ્થાનિક ફાયર ફાઈટર આવતા આગ બુઝાવી હતી ત્યારે મકાનમાં રહેલ તમામ ઇલેક્ટ્રોનિક ના સાધનો બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આ બનાવ પાલીકા ઓફિસ નજીક હોવા છતાં પણ ફાયર ફાઇટર સમયસર ન પહોંચતા મોટું નુકસાન થયું હોવાની સ્થાનિક લોકો દવારા કહેવાઈ રહ્યું છે અને આગ લાગવાનું કારણ સોર્ટ સર્કીટ થી થયું હોવાનુ કહેવાય રહ્યુ છે ત્યારે આ આગ માં કોઈ જાનહાની થવા પામી ન હતી.
#SIndhuuyda Dahod