જાણો દાહોદની નવનિર્મિત સબ જેલ વિશે

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દાહોદ નજીક ઝાલોદ રોડ પર ૮૦૫૦૦.૦૦ ચો.મી. જમીનમાં ડોકી જીલ્લા સબ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ. ૨૦,૨૫,૫૭,૧૬૩ થયો છે. એસ.ટી.પી અને વોટર સપ્લાય માટે રૂ. ૧,૨૦,૦૫,૩૫૭ અને લાઇવ વાયર રૂ. ૩૭,૦૦,૦૦૦નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કુલ બાંધકામનું ક્ષેત્રફળ ૭૨૫૮.૦૬ ચો.મી. છે.
આ જીલ્લા સબ જેલની કુલ ક્ષમતા ૧૬૫ કેદીઓની છે. જેમા પુરૂષ કેદી ની સંખ્યા = ૧૪૦+૦૫ = ૧૪૫ છે. અને મહીલા કેદીઓની સંખ્યા ૨૦ છે.
આ જીલ્લા સબ જેલ ખાતે કુલ ૨૫ રહેણાકી આવાસો બાંધવામાં આવ્યા છે. જેમા કક્ષા ડી-૦૧ , ક્ક્ષા સી-૦૪, તથા કક્ષા બી- ૨૦ આવાસો બાધવામાં આવ્યા છે.
સદર જિલ્લા જેલ માટે રહેણાક તથા બીન રહેણાક આવાસો માટે પાણીનો પાણી પુરવઠા દ્વારા કુવો બનાવી પાણીની પાઇપ લાઇન દ્વારા જેલના કેમ્પસ સુધી લાવવામાં આવ્યા છે. જે પાણીને ૧ લાખ લીટર ક્ષમતાના અંન્ડર ગ્રાઉંન્ડ સમ્પમાં સપ્લાય કરવામા આવે છે. જેમાથી મોટર દ્વારા લેફ્ટ કરીને ઓવરહેડ ટાંકીમા સપ્લાય કરવા આવે છે. ઉંચી ટાંકીમાથી બિલ્ડીગની ઉપર રાખેલી પી.વી.સી, ટેંકમા સપ્લાય કરવામા આવે છે. જેમાથી યોગ્ય ડાયાના પાઇપ દ્વારા ટોઇલેટ મા સપ્લાય કરવામા આવે છે.
સદર જિલ્લા જેલની ડ્રેનેજ વ્યવસ્થા માટે સંડાસ/બાથરૂમ માથી આવતા ડ્રેનેજનુ કલેકશન કરી યોગ્ય ડાયાના પાઇપ દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મા સપ્લાય કરીને ટ્રીટેડ કરવામા આવે છે.
સદર જેલની સુરક્ષા માટે ૨૧ ફૂટ ઉંચી આર.સી.સી. દિવાલ લાઇવ વાયર સાથે તેમજ બધાજ બિલ્ડીગને ૧૪ ફૂટ ઉંચી કોર્ટ યાર્ડ દિવાલ કરવામા આવી છે તથા ફિમેલ યાર્ડને ૧૮ ફુટ ઉંચી કોર્ટ યાર્ડ દિવાલ કરવામા આવી છે
સમગ્ર કેમ્પસમા ૩ નંગ હાઇમાસ્ટ દ્વારા સ્ટ્રીટલાઇટ ફિટ કરવામા આવ્યા છે. તેમજ નિરિક્ષણ માટે ૬ વોચટાવર બાંધવામા આવ્યા છે. તેમજ આર.સી.સી રોડ, રેઇન વોટર હાર્ડવેસ્ટીંગ તેમજ ૬૧૦૦.૦૦ ચો.મી. એરીયાનુ લેંન્ડ સ્કેપીંગ કરવામા આવ્યા છે.
સુવિધાઓ જોઇએ તો વહીવટી બિલ્ડીગ – આ મકાનમા જેલ સુપ્રીટેંન્ડન્ટની ઓફીસ, જેલરની ઓફિસ, વિઝીટર્સ રૂમ, ગાર્ડ રૂમ, કંટ્રોલ રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, ટીફીન, રૂમ, વિડીયો કોંન્ફરન્સ રૂમ, રેકોર્ડ રૂમ, જનરલ સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ઓફિસ ૫ નંગ, તથા લેડીઝ અને જેંટસ અને ટોઇલેટની સુવિધા આપવામા આવી છે. વોકેશનલ ટ્રેનીગ સેંટર અંતર્ગત આ મકાનમા ટીચીગ ક્લાસ બ્યુટી પાર્લર રૂમ, તથા નીટીગ રૂમ(વણાટ) રૂમની વ્યવસ્થા આપવામા આવ્યા છે. હાર્ડ્કોર બેરેક૫ નગ સેલ બાધવામા આવ્યા છે તથા દરેક સેલ જરૂરી પેસેજ સાથે સંડાસ અને બાથરૂમની સુવિધા આપવામા આવી છે.
કેંટીન ડાયનીગ એરીયા, કીચન, સ્ટોર રૂમ, વોશ એરીયા તથા ટોઇલેટની સુવિધા આપવામા આવી છે. ઇન્ડોરગેમ માટેનો હોલ, લાયબ્રીરી અને રીંડીગ રૂમ, સ્ટોર રૂમ તથા ડ્રીંકીંગવોટર રૂમ, સ્ટોર રૂમ, તથા ટોઇલેટ્ની સુવિધા આપવામા આવ્યા છે. મેટ્રેન રૂમ, લોડ્રી, ક્લોથ,બાર્બર શોપ ત્રણે માટે એક – એક રૂમની સુવિધા આપવામા આવી છે. કલચરલ હોલ/મેડીટેશન હોલ એક હોલ, સ્ટોર રૂમ, તથા ઇન્ફ્રા સ્ટ્ર્કચર(સ્ટેજ)ની વ્યવસ્થા તથા ટોઇલેટ્ની સુવિધા આપવામા આવી છે. સ્ટડી સેન્ટર ટીચર રૂમ, ક્લાસ રૂમ,-૨, પ્રિંન્સીપલ રૂમ, તથા ટોઇલેટ્ન તથા પાણીની સુવિધા આપવામા આવી છે.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: