દાહોદ જિલ્લામાં કોરોનાનો સંક્રમણના વધુ ૧૯ કેસો સામે આવ્યા
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં આજે કોરોનાનો બોમ્બ ફુટ્યો છે. એકજ સાથે ૧૯ કોરોના સંક્રમણના કેસો નોંધાતા ફરીવાર જિલ્લામાં કોરોના સંક્રમણનો ભય ફેલાવાની ભીતી સર્જાવા પામી છે. શિયાળાની ઠંડી પકડ જમાવતાં સાથે સાથે કોરોનાએ પણ પોતાની પકડ મજુબત કરી હોવાનું લાગી રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૩૯ પૈકી ૧૪ અને રેપીટ ટેસ્ટના ૮૭૧ પૈકી ૦૫ મળી આજે કુલ ૧૯ કેસો નોંધાયા છે જેમાંથી દાહોદ અર્બનમાંથી જ ૦૮ કેસો સામે આવ્યા છે. દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૨૯ ઉપર પહોંચી છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી ૮૯ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
#Sindhuuday Dahod