ગૃહ મંત્રી એ સાંત્વના તો આપી પણ, બીજા જ દિવસે હિરેન પટેલની પત્ની બીના બેન નું અવસાન : હિરેન પટેલની હત્યા બાદ લાંબી માંદગી બાદ સોમવાર સવારે અંતિમ શ્વાસ લીધા : પરિજનો સહિત સમગ્ર પંથક માં ઘેરા શોક ની લાગણી
ઝાલોદ
ઝાલોદ પાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલ ની ત્રણ માસ પૂર્વે હત્યા થઈ હતી. આ હત્યા નું કારણ પાલિકા માં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હતું. તો પાલિકા સાથે સંકળાયેલા લોકો જ આ હત્યા માં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું.
રવિવારે ઝાલોદ ની ડીવાયએસપી કચેરી ના ખાત મુહુર્ત માં આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પરિવાર ને સાંત્વના પણ પાઠવી હતી. તો દોષિતો ને કોઈ પણ સંજાેગો માં છોડવામાં આવશે નહીં તેવી પરિજનોને રૂબરૂ માં જઈ અને ખાતરી આપી હતી.
હિરેન પટેલની કસમયે મોત ના આઘાત બાદ બીના બેન માંદગી માં સરી પડ્યા હતા. અને ગૃહ મંત્રી ની મુલાકાત ના બીજા જ દિવસે એટલે કે આજે સોમવાર ના રોજ વહેલી સવારે બીના બેન નું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ત્યારે એક જ પરિવારના બે સભ્યો ની કસમયે થયેલા મોત ને પગલે પંથક માં ઘેરા શોક ની લાગણી છવાઈ છે. તો પાલિકા થી લઈને વિધાનસભા સુધી ભાજપા ની સત્તા હોવા છતાં ને માસ પૂર્વે ભાજપા ના જ અગ્રણી અને આગેવાન ની હત્યા બાદ પણ ન્યાય માટે તરસી રહેલા પરિજનો ને ભાજપા ન્યાય ના આપવી સકી હોવાની લાગણી સાથે પંથકજનો માં સત્તાધારીઓ સામે વ્યાપક રોષ ની લાગણી છે.
#Sindhuuyda Dahod