આંગણવાડીમાં વધેલા ચોખાના : જથ્થાનું બાળકોમાં સરખા ભાગે વિતરણ : દાહોદ જિલ્લાની આંગણવાડીના દોઢ લાખ ભૂલકાઓના ઘરે ૫.૫૬ લાખ કિલો ચોખાના પેકેટ પહોંચતા કરાયા

કોરોના મહામારીના પગલે તકેદારના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બધ કરવામાં આવેલી આંગણવાડીમાં બચેલા ચોખાનો જથ્થો બાળકોમાં સરખા પ્રમાણમાં વિતરણ કરવાનો ઉદ્દાત નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી દાહોદ જિલ્લાના દોઢ લાખ બાળકોને ૫.૫૬ લાખ કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના કુપોષણ મુકત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષનાં બાળકોને ગરમ નાસ્તો જે આંગણવાડી ઉપર બનાવીને આપવામાં આવતો હોય છે. પરંતુ હાલ ચાલી રહેલ કોરાના મહામારી અંતર્ગત ગુજરાત રાજયના તમામ બાળકો પોષણથી વંચિત ન રહે તે હેતુથી ગુજરાત રાજયના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી બાલશક્તિ ટેક હોમ રેશન આપવામાં આવ્યું હતું.
પરંતુ આ ગરમ નાસ્તાની અવેજીમાં આપવામાં આવતા બાલશકતિ ટેક હોમ રેશનના બદલે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ અનાજ અને તેલના જથ્થાનો ઉપયોગ કરી અઠવાડીયામાં એક વાર સુખડી બનાવી આપવામાં આવે છે.
બાળક દીઠ એક કિલોગ્રામ સુખડી પ્રમાણે જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો ઉપરથી પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તે માટે આંગણવાડી કેન્દ્રમાં સુખડી બનાવી અને લાભાર્થીઓના ઘરે વિતરણ કરવામાં આવે છે.
દાહોદ જિલ્લાના આઇસીડીએસ શાખાના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ ઉપલબ્ધ ચોખા ૫,૫૬,૧૦૦ કી.ગ્રા. જથ્થાનું જેમાં દાહોદ જિલ્લાના ૩થી ૬ વર્ષના અંદાજીત ૧,૫૦,૭૮૩ બાળકોને કોરાનાની મહામારીમાં પોષણથી વંચિત ના રહે હેતુ થી સરખા પ્રમાણમાં જિલ્લાની તમામ આંગણવાડીમાં ગ્રામજનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું છે
આપના આજુબાજુના વિસ્તારમાં કોઇ૫ણ બાળક આ કોરાના મહામારીમાં આઇ.સી.ડી.એસ.ની સેવાઓથી તેમજ પોષણ થી વંચિત ન રહે તે માટે સંબંઘિત ગ્રામજનોએ જાગૃત રહી આપની ગામની આંગણવાડી કેન્દ્રોની તકેદારી રાખી એક ઝુંબેશ રૂપે ગુજરાત પોષણ અભિયાનનો એક ભાગ બનો અને ગુજરાત કુપોષણ મુકત બને તે માટે સહભાગી થવા જિલ્લા કાર્યક્રમ અધિકારીએ અપીલ કરી છે.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: