બોરડી સરકારી ગામની મહિલાના ગળામાં પરેહેલ બે તોલા વજનની રૂપિયા ૭૦,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન

દાહોદ, તા.૧૯
દાહોદ તાલુકાના ઈનામી બોરડી રેલ્વે ફાટકથી આગળ ધામણી નદી પાસેથી ત્રણ અજાણ્યા ર૦ થી રપ વર્ષની ઉંમરના ચેઈન સ્નેચરો  પસાર થતી બોરડી સરકારી ગામની મહિલાના ગળામાં પરેહેલ બે તોલા વજનની રૂપિયા ૭૦,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન ખેંચી લુંટી લઈ નાસી ગયાનું જાણવા મળેલ છે.
બોરડી સરકારી ગામની ૩૯ વર્ષીય સુશીલાબેન સુરેશભાઈ સકરાભાઈ નલવાયા ગત તા.૮.૧૦.૧૮ના રોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે ઈનામી બોરડી રેલ્વે ફાટક આગળ ધામણી નદી પાસેથી પસાર થઈ રહી હતી. તે વખતે આશરે ર૦ થી રપ વર્ષની ઉંમરના ત્રણ જેટલા અજાણ્યા ઈસમો સુશીલાબેન નલવાયાના ગળામાં પહેરેલ આશરે બે તોલા વજનની રૂપિયા ૭૦,૦૦૦ની કિંમતની સોનાની ચેન ખેંચી લુટી ગયા હતા.
આ સંબંધે સુશીલાબેન સુરેશભાઈ સકરાભાઈ નલવાયાએ કતવારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે લુંટનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: