ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામનો ર૦ વર્ષીય આશાસ્પદ યુવાન બીજા દિવસે સવારે તેના ઘર નજીકમાં મૃત હાલતમાં મળી આવતાં ફતેપુરા પંથકમાં ભારે ચકચાર

રોડ તફર જવાનું કહી ઘરેથી સાંજના સુમારે નીકળેલ ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામનો ર૦ વર્ષીય આશાસ્પદ યુવાન બીજા દિવસે સવારે તેના ઘર નજીકમાં મૃત હાલતમાં મળી આવતાં ફતેપુરા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાત્પ વિગત અનુસાર ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામનો ર૦ વર્ષીય હીતેષ નાથુભાઈ ડામોર પરમ દિવસ તા. રર-૧ર-ર૦ ના રોજ સાજના પાંચેક વાગ્યાના સુમારે રોડ તરફ જવાનું તેની માતા સુરતાબેનને કહી ઘરેથી નીકળ્યો હતો જેથી લાશ ગતરોજ સવારે તેના ઘર નજીકથી મળી આવી હતી. આ સંબંધે ફતેપુરા પોલીસે અકસ્માત મોતના ગુનો નોંઘી આગળની કાર્યવહી હાથધરી છે.
#Sindhuuyda Dahod

