ઝાલોદ વરોડ ગામે ફોર વ્હીલર ગાડીએ રસ્તાની સાઈડમાં બંધ પડેલ ડમ્પરને ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાતા એક બાળાનું મોત

દાહોદ તા.૨૫

ઝાલોદ તાલુકાના વરોડ ટોલ નાકા પાસે ગતરોજ મોડી સાંજના સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં બગડી ગયેલ ડમ્પરને અડફેટમાં લેતાં ંવૈભવી ફોર વ્હીલર ગાડીમાં સવાર પરીવાર પૈકી એક ૧૬ વર્ષીય બાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વધુમાં આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે જેટલા વધુ ગંભીર ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગતરોજ મોડી સાંજના સમયે ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા જવાના રસ્તેથી ઝાલોદ તાલુકાના પારેવા ગામે સંગાડા ફળિયામાં રહેતા પ્રેમભાઈ શાંતિલાલ સંગાડા અને તેમનો પરિવાર પોતાના કબજાની રિનોલ્ડ ફોર વ્હીલર ગાડીમાં બેસી વરોડ ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન પ્રેમભાઈ દ્વારા પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતાં રસ્તાની સાઈડમાં બંધ પડેલ હાલતમાં ઉભેલ ડમ્પર સાથે ધડાકાભેર આ પ્રેમભાઈની ફોર વ્હીલર અથડાતાંની સાથે જ અંદર સવારે ૧૬ વર્ષીય શ્રૃતિબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે વધુ બે જણાને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ જાેતજાેતામાં આવી પહોંચી હતી.

આ સમગ્ર ઘટના સંદર્ભે ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રહેતા વિશ્રામભાઈ શાંતિલાલ સંગાડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!