૨૬ મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ વિષયપર ચિત્રસ્પર્ધા દાહોદ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા, તા. ૨૯ ડીસેમ્બર, ૨૦૨૦થી ૧૫ જાન્યુઆરી,૨૦૨૧ રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા. ૨૩ જાન્યુઆરી,૨૦૨૧

         મુખ્યમંત્રીશ્રી દ્ધારા તા. ૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથીવર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમા ફેસબૂક, વ્હોટસ એપ, ઇંન્સટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવુતિઓમા અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરુરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટસ”ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો કવીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સંબધિત માધ્યમો દ્ધારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડીયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામા આવશે.
        આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત,  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્ધારા સંયુક્ત રીતે “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનુ આયોજન કરેલ છે. જેમા ૮ થી ૧૩ (જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી અને કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ,સરનામુ,મોબાઇલ નંબર,શાળાનુ નામ વગેરેનો ઉલ્લેખ કરી સાથે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ ની ઝેરોક્ષ તથા પોતાના બેંક એકાઉંટ ના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડીને તા. ૧૫/૦૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી દાહોદ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જીલ્લા સરવે ભવન, પ્રથમ માળ, કોંન્ફરંસ હોલ, ઝાલોદ રોડ, છાપરી, તા-જી- દાહોદ ખાતે મોકલવાનુ રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦૦/ દ્ધિતીય વિજેતાને રૂ. ૧૫૦૦૦/ ત્રુતિય વિજેતાને રૂ.  ૧૦૦૦૦/ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫૦૦૦/ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામા આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામા આવશે.
 આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ      https://www.facebook.com/mobile2sports   પરથી મળી શકશે.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: