હરિયાણાથી ઝડપી પાડવામાં આવેલ ઝાલોદના ઈરફાન પાડાના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
દાહોદ તા.30
ઝાલોદ ના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કાંડનો મુખ્ય સૂત્રધાર ઇમરાન પાડાને ગુજરાત એટીએસની ટીમ દ્વારા હરિયાણાથી ઝડપી પાડયા બાદ તેને એટીએસ ની ટીમે આ ઇમરાન ગુડાલ અને દાહોદ દાહોદ પોલીસને સોંપ્યો હતો આજરોજ આ ઇમરાન ગુડાલા ને કોર્ટમાં રજૂ કરતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
બહુચર્ચિત હિરેન પટેલ હત્યાકાંડથી સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ હત્યાકાંડમાં સામેલ એક પછી એક આરોપીઓની પોલીસે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર અને ઝાલોદમાં રહેતો ઈરફાન ગુડાલા ને ગુજરાતની એટીએસ ટીમે હરિયાણાથી ઝડપી પાડી તેને દાહોદ પોલીસને ગતરોજ સોંપ્યો હતો. ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારા નું નામ હત્યાકાંડમાં ઉછળતાં રાજકારણમાં પણ ભૂકંપ સર્જાયો હતો ત્યારે આ ઇમરાન ગુડાને આજરોજ ઝાલોદ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ને રજુ કરવામાં આવ્યો હતો અને ઝાલોદ કોર્ટ દ્વારા આ ઇમરાન ગુડાલાના પાંચ દિવસના એટલેકે તારીખ ત્રીજી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ ડિમાન્ડ દરમિયાન જો તેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવે તો આ હત્યાકાંડ પાછળ અનેક ચહેરાઓ બહાર આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
#Sindhuuday Dahod