નવદંપતિએ અગમ્યકારણો પોતાના ઘરમાં ગતરોજ રાત્રીના સમયે છતના પંખા ઉપર દોરડુ બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના ચાકલીયા ગામે સરસ્વતી સોસાયટીમાં રહેતા એક નવદંપતિએ અગમ્યકારણો પોતાના ઘરમાં ગતરોજ રાત્રીના સમયે છતના પંખા ઉપર દોરડુ બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પરિવારજનોમાં થતાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ખુટસેડા ગામે સરકારી બોરડી ગામે રહેતા મોહનભાઈ રમેશભાઈ મકવાણા(ઉ.વ.૨૦) અને ભાવનાબેન મોહનભાઈ મકવાણા(ઉ.વ.૧૯) બંન્ને જણાએ સાતેક માસ પહેલા સમાજના રિતવાજ મુજબ લગ્નગ્રંથીથી જાડાયા હતા. આ બંન્ને નવદંપતિ ધોરણ ૧૨માં સાયન્સ વિષયમાં અભ્યાસ પણ કરી રહ્યા હતા અને જાણવા મળ્યા મુજબ યુવતીના પિતાએ આ બંન્ને સારી રીતે ભણી શકે તે માટે દાહોદ તાલુકાના ચાકલીયા ગામે સરસ્વતી સોસાયટીમાં ભાડાનુ મકાન પણ અપાવ્યું હતુ. આ બાદ ઉપરોક્ત દંપતિ ભાડાના મકાનમાં રહી પોતાનો અભ્યાસ અને લગ્નજીવનનો સમયગાળો ગાળી રહ્યા હતા. જ્યારે ગતરોજ ઉપરોક્ત દંપતિના સમાજમાં વાસ્તાપુજનનો કાર્યક્રમ હોઈ બંન્નેના પરિવારજનો બીજા ચોસાલા ગામે વાસ્તાપુજનની ચાંદલાવિધી ગયા હતા અને જાણવા મળ્યા મુજબ આ દંપતિ પણ વાસ્તાપુજનમાં હાજરી આપવા જવા હતા પરંતુ મોડી રાત્રીના દશેક વાગ્યાના સમયગાળા સુધી આ દંપતિ વાસ્તપુજનમાં હાજર ન થતાં પરિવાજનો દ્વારા બંન્નેના મોબાઈલ ફોન ઉપર ફોન કર્યાે હતો પરંતુ ઘણા ફોન કર્યા છતાં પણ આ દંપતિએ ફોન રિસીવ ન કરતાં પરિવાજનોને કંઈક અજુગતુ બન્યુ હોવાના એંધાણ નજરે પડતા પરિવાજનો ઉપરોક્ત દંપતિ ચાકલીયા ગામે સરસ્વતી સોસાયટીમાં જ્યા રહેતા હતા ત્યા જવા રવાના થયા હતા. રાત્રીના સમયે તેઓના ઘરે પહોંચતા મકાનનો મુખ્ય દરવાજા અંદરથી બંધ હોઈ પરિવારજનોએ ખાસ્સીવાર મકાનના દરવાજાની બેલ,દરવાજા ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે પરિવારજનોએ મકાનનો દરવાજા તોડવાની ફરજ પડી હતી અને મકાનનો દરવાજા તોડતાની સાથે પરિવારજનોએ અંદર પ્રવેશ કરતા સૌ કોઈ એક ક્ષણે સ્તબ્ધ બની ગયા હતા. બંન્નેની લાશ છતના પંખા પર લટકતી હતી અને ગળામાં દોરડુ બાંધેલુ હતુ. આ જાઈ પરિવારમાં આક્રંદ ફેલાઈ જવા પામ્યો હતો.
આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી દાહોદ સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યા હતા. ઉપરોક્ત ઘટનાથી સમગ્ર પંથકમાં તરેહ તરહેની ચર્ચાઓ જાર પકડ્યુ છે અને બંન્નેએ આત્મહત્યા કેમ કરી એ રહસ્ય હાલ અકબંધ રહ્યુ છે ત્યારે સાચુ કારણ તો પોલીસ તપાસમાં જ સામે આવે તેવી લોકચર્ચાઓ પણ થવા પામી છે ત્યારે બીજી તરફ આ સાથે મૃતક યુવકના પિતા રમેશભાઈ પીદીયાભાઈ મકવાણા દાહોદ તાલુકાના પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ સંદર્ભે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાનો કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે.