દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું નવતર અભિયાન, પંચાયત આપને દ્વાર : ગડોઇ ગામમાં પંચાયતના તમામ શાખા અધિકારીઓએ કેમ્પ કરી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત આપને દ્વાર નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા પંચાયત, દાહોદના તમામ શાખાધિકારીશ્રીઓ સબંધિત સ્ટાફ સાથે હાજર રહેલ હતા. ગડોઈ ગામમાં પંચાયત દ્વારા થયેલ તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરવામાં આવેલ હતી તથા તમામ શાખાધિકારીશ્રીઓ જેવા કે આરોગ્ય વિભાગ, સંકલીત બાળ વિકાસ વિભાગ, પંચાયત વિભાગના
૧૪માં નાણાંપંચના કામો તથા ૧૫માં નાણાંપંચના કામો, આત્મનિર્ભર યોજના, ખેતીવાડી વિભાગને
લગતી યોજનાઓ, સિંચાઈ તેમજ માર્ગ – મકાન પંચાયત વિભાગના કામો, પશુપાલન વિભાગની
તમામ યોજનાઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની પીએમએવાય, નરેગા વિગેરે
યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સબંધિત વિભાગને લગતા ગામ લોકોના
પ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ હતો. ખેતીવાડી વિભાગ
દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ રાખેલ હતો, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા
ગોઈ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર, બાળ વિભાગ હસ્તકની આંગણવાડી તથા નંદઘરની
મુલાકાત લીધેલ હતી. આ જગ્યાઓએ જણાવેલ ક્ષતિ બાબતે સબંધિત સ્ટાફ સામે તાત્કાલીક
પગલા લેવા જણાવતા હાજર રહેલ કર્મચારી તથા અધિકારીશ્રીઓમાં સોપો પડી ગયેલ હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ૧૪માં નાણાપંચના થયેલ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મનરેગા યોજનાના કામોની પણ સ્થળ ચકાસણી કરી હતી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: