ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારોનો હલ્લાબોલ : ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત : પોતાની વિવિધ માંગણી નહીં સંતોષાય ત્યાર સુધી કામકાજથી અળગા રહેવાની ચીમકી

દાહોદ તા.૧૧

ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો સાથે ચીફ ઓફિસર સહિત તેમના ડ્રાઈવરો દ્વારા સફાઈ કામદારો તેમજ મહિલાઓ સાથે છેડતી તેમજ જાતિઅપમાનિત શબ્દો બોલતાં આજરોજ ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સાફ સફાઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

ઝાલોદ નગરના સફાઈ કામદારો દ્વારા જાણવા મળ્યા અનુસાર, ઈ.પી.એફ. અને કાયમી નોકરીની રજુઆત માટે તેઓ ઝાલોદ પાલિકાના ચીફ ઓફિસર પાસે ગયા હતાં જ્યાં ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારો સાથે ઉધ્ધતાઈ પુર્વકનું વર્તન કર્યું હતું અને જાતિ અપમાનિત કર્યા હતાં. વધુમાં આ સફાઈ કામદારો દ્વારા જણાવ્યા અનુસાર, આજદિન સુધી તેઓની કોઈપણ સમસ્યાનો હલ થયો નથી, વારંવાર ચીફ ઓફિસરને રજુઆત કરવા તેઓ દ્વારા અપમાનિત કરવામાં આવી રહ્યાં છે જેથી આ સફાઈ કામદારો દ્વારા નગરમાં સફાઈ કામગીરી આજથી બંધ કરી દીધી છે અને ન્યાય નહીં નહીં મળે ત્યાર સુધી પોતાના કામકાજથી અળગાં રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગામમાં મહામારી કે કોઈપણ સમસ્યા સર્જાયા તેની સંપુર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: