ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે રજુઆત


દાહોદ તા.૧૨

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે લાગતા વળગતાં જિલ્લા વહીવટી તંત્ર સમેત ઉચ્ચ સ્તરીય અનેકવાર રજુઆતો કરવા છતાંય આજદિન સુધી આ પડતર માંગણીઓનો અનુકુળ જવાબ તેમજ નિરાકરણ નહીં આવતાં આક્રોશના મુડમાં આવેલ આ મહાસંઘ દ્વારા આવનાર દિવસોમાં અચોક્કસ મુદતની હડતાળ, સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ વિગેરે કાર્યક્રમો કરવાની ફરજ પડી છે અને આ કાર્યક્રમોમાં દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જાેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને તારીખ ૨૦.૧૨.૨૦૧૮ અને તારીખ ૧૫.૧૨.૨૦૨૦ના આવેદનપત્ર તથા તારીખ ૦૧.૦૧.૨૦૨૧ની આંદોલનની લેખિત નોટીસ તારીખ ૨૦.૧૨.૨૦૧૮ અને તારીખ ૧૫.૧૨.૨૦૨૦ના આવેદન તથા તારીખ ૦૧.૦૧.૨૦૨ની આંદોલનની લેખિત નોટીસ તારીખ ૨૭.૦૨.૨૦૧૯ અને તારીખ ૨૫.૧૨.૨૦૧૯ એમ બે હડતાળના સમાધનપત્રો થયેલ હોવા છતાંય અને અગ્રસચિવ આરોગ્ય સાથેની તારીખ ૧૧.૦૧.૨૦૨૧ની બેઠકમાં સાનુકુળ પ્રતિભાવ ન મળતાં સફવ પરિણામ મળશે તેવા પ્રકારની પ્રતિતિ થયેલ ન હોય ના છુટકે સરકાર સામે મહાસંઘને આંદલોન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની કડક ફરજ પડેલ હોવાનું જાણવા મળ્યું છે અને “આર યા પાર” ના સંકલ્પ અનુસાર તારીખ ૧૨.૦૧.૨૦૨૧ થી અચોક્કસ મુદ્દતની હડતાળ, સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે પણ કોરોના ગાઈડ લાઈન મુજબ પ્રતિક ઉપવાસ તથા ધરણાં કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!