દાહોદમાં ગતરોજ ભાજપના સ્નેહ મીલન સંમેલનમાં કોંગ્રેસના ૧૫૦ જેટલા કાર્યકરો ભાજપમાં જાડાતા રાજકીય માહોલમાં ભુકંપ સર્જાયો છે
દાહોદ તા.૧૯
દાહોદમાં ગતરોજ ભાજપના સ્નેહ મીલન સંમેલનમાં કોંગ્રેસના ૧૫૦ જેટલા કાર્યકરો ભાજપમાં જાડાતા રાજકીય માહોલમાં ભુકંપ સર્જાયો છે.ઉપÂસ્થત કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જાડાતા ઉપÂસ્થત આગેવાનોએ કાર્યકરોનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતુ.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરમાં ગતરોજ દાહોદ જિલ્લા ભાજપ દ્વારા દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે એક સ્નેહ મીલન સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી સહિત અનેક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાની જનતા આ સ્નેહ મીલન સંમેલનમાં હાજર રહ્યા હતા જ્યારે બીજી તરફ આ કાર્યક્રમમાં કોંગ્રેસના ૧૫૦ જેટલા કાર્યકરો આ સ્નેહ મીલન સંમેલન દરમ્યાન ભાજપમાં જાડાતા દાહોદના રાજકારણમાં ભુકંપ સર્જાયો હતો. કોંગ્રેસના ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જાડાતા તરેહ તરેહની ચર્ચાઓ પણ જાર પકડ્યુ છે.