વરમખેડા ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂ.૨૬,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી જપ્ત
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના વરમખેડા ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂ.૨૬,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી જપ્ત કર્યાનુ જ્યારે પોલીસની નાકાબંધી જાઈ ગાડીમાં સવાર બે જણા નાસી ગયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે એક ફોર વ્હીલર ગાડી ત્યાથી પસાર થતાં પોલીસની નાકાબંધી જાઈ ગાડીમાં સવાર ગોપીભાઈ મડીયાભાઈ ગણાવા અને શૈલેષભાઈ મડીયાભાઈ ગણાવા(બંન્ને રહે.વરમખેડા,માવી ફળિયુ,તા.જિ.દાહોદ) નાઓ નાસી ગયા હતા હતા જ્યારે પોલીસે સદર ગાડીમાંથી રૂ.૨૬,૪૦૦ નો પ્રોહી જથ્થા જપ્ત કરી ગાડી જપ્ત કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

