દાહોદ તાલુકાના બોરખેડા ગામે મળેલ વિમાના નાણાં મામલે થયેલ ઝઘડામાં ત્રણ જણાએ એક મહિલા સહિત
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના બોરખેડા ગામે મળેલ વિમાના નાણાં મામલે થયેલ ઝઘડામાં ત્રણ જણાએ એક મહિલા સહિત બે જણાને ગડદાપાટ્ટુનો માર તેમજ એકને માથાના ભાગે કુહાડી મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનુ જાણવા મળે છે.
દાહોદ તાલુકાના બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતા ખીમાભાઈ રત્નાભાઈ માવી,તેનો છોકરો તેમજ દિલીપભાઈ ખીમાભાઈ માવી એમ ત્રણેય જણા ગત રોજ પોતાના જ ફળિયામાં રહેતા દિનેશભાઈ રત્નાભાઈ માવીના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેલ કે, તારી ઘરવાળીનું એક્સીડેન્ટ થયેલ તેના વિમાના રૂપીયા તને મળેલ હતા જે રૂપીયામાંથી તે મને કેમ નથી આપ્યા તેમ કહી ઉશ્કેરાય જઈ ખીમાભાઈ રત્નાભાઈ માવીએ દિનેશભાઈને માથામાં, કપાળમાં તેમજ હોઠના ભાગે કુહાડી મારતા દિનેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે સાવીત્રીબેન વચ્ચે છોડવવા પડતા ઉપરોક્ત ત્રણેય જણાએ તેઓને પણ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકીઓ આપતા આ સંદર્ભે ઈજાગ્રસ્ત દિનેશભાઈ રત્નાભાઈ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

