દાહોદમાં ૩૨માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ
દાહોદ તા.૧૮
આજે ૩૨માં માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે દાહોદ રાજકીય રેલવે પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક ના નિયમો માર્ગ સલામતી ના નિયમો તેમજ માર્ગ અકસ્માત થી કેવી રીતે બચી શકાય તે વિશેની વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા અને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ૩૨ માં માર્ગ સલામતી સપ્તાહની આજે દાહોદ રેલ્વે સ્ટેશન બહાર રાજકીય રેલ્વે પોલીસ દ્વારા આવતા જતા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવાનું જણાવી ઉજવણી કરવામાં આવી વધુમાં જાણવા મળ્યા અનુસાર આવનાર એક સપ્તાહ સુધી રાજકીય રેલ્વે પોલિસ દ્રારા જનતાને માર્ગ સલામતીના નિયમો વિસે માહિતગાર કરવામાં આવશે. વાહનો ચલાવતા સમયે અકસ્માતથી કેવી રીતે બચી શકાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તે બાબત ની સમજણ રાજકિય રેલ્વે પોલીસ દ્વારા લોકોને ગુલાબનું ફૂલ આપી સમજણ આપી હતી. રાજકીય રેલ્વે પોલીસ દ્વારા હાથમાં લોક જાગૃતિના બેનરો લઈ કોરોના સંદર્ભે પણ જનજાગૃતિ ફેલાય તે માટે લોકોને ફૂલ આપીને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ પણ કરવામાં આવી હતી. મોટર સાઇકલ ચલાવતા સમયે હેલ્મેટ અને ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરવા પણ વાહનચાલકોને જણાવવામાં આવ્યું હતું.
#Sindhuuday Dahod

