સુશ્રી સોનલ મિશ્રાએ તમામ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી કોવિડની માર્ગદર્શિક અનુસાર સમગ્ર ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન થાય એવું સૂચન કર્યું

દાહોદમાં પ્રજાસત્તાક દિનના રાજ્ય મહોત્સવની તૈયારીની સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રી
આગામી ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી દાહોદ નગરમાં થનારી છે. ત્યારે, આજે આ કાર્યક્રમને શાનદાર તરીકાથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા પ્રભારી સચિવ સુશ્રી સોનલ મિશ્રાએ કરી હતી.
કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે ? તેનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં નવજીવન મેદાનમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, અશ્વ અને ડોગ શો જેવા કાર્યક્રમોની રજૂઆત થશે, એવી વિગતો શ્રી ખરાડીએ આપી હતી.
સુશ્રી સોનલ મિશ્રાએ તમામ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી કોવિડની માર્ગદર્શિક અનુસાર સમગ્ર ઉજવણીનું આયોજન થાય એવું સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેકટર શ્રી એમ. જે. દવે, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: