દાહોદ તાલુકાના રળીયાતી ઓળી આંબા એક બુટલેગરના રહેણાંક મકાનમાંથી પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના રળીયાતી ઓળી આંબા એક બુટલેગરના રહેણાંક મકાનમાંથી પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસે મકાનમાંથી કુલ રૂ.૧,૭૭,૬૦૦ પ્રોહી જથ્થા જપ્ત કર્યાનુ જ્યારે પોલીસની પ્રોહી રેડ જાઈ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના રળીયાતી ઓળી આંબા ગામે રહેતા જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્રભાઈ માવીના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતા જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્રભાઈ માવી પોલીસની રેડ જાઈ નાસી ગયો હતો જ્યારે પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની પેટી નંગ.૬૩ જેમા કુલ નાની મોટી બોટલો નંગ.૨૬૬૪ જેની કુલ કિંમત રૂ.૧,૭૭,૬૦૦ નો પ્રોહી જથ્થો પોલીસે જપ્ત કરી ઉપરોક્ત બુટલેગર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

