લીમખેડાના દાહોદ – ગોધરા હાઈવે પરથી પોલીસે રૂા.૧.૮૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પીકઅપ ગાડી સાથે એકની અટક કરી
દાહોદ તા.૨૧
લીમખેડા તાલુકામાં આવેલ ગોધરા હાઈવે પર પોલીસને મળેલ બાતમીના આધારે એક પીકઅપ ગાડીનો પીછો કરતાં તેમાં સવાર ચાર પૈકી ત્રણ અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યાં હતા જ્યારે એકને ગાડી સાથે અટક કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.૧,૮૨,૪૦૦ ના જથ્થા સાથે મોબાઈલ ફોન, ગાડીની મળી કુલ રૂા.૪,૮૭,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
ગત તા.૨૦મી જાન્યુઆરીના રોજ લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા તાલુકાના દાહોદ ગોધરા હાઈવે ઉપર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ત્યાંથી એક પીકઅપ ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને તેને ઉભી રખાવવાની કોશિષ કરતાં ચાલકે ગાડી ભગાવતાં પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર ચાર પૈકી ત્રણ જણા અંધારાનો લાભ લઈ નાસી છુટ્યાં હતાં જ્યારે એકની ગાડી સાથે અટક કરી તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ વિજયભાઈ રમેશભાઈ અમલીયાર (રહે.આંબા ફળિયુ, તા.દાહોદ) અને ભાગી જનારના નામ આકાસભાઈ સુરમલભાઈ અમલીયાર (રહે.સીમખીયા ખુર્દ), અરવિંદભાઈ મેસુભાઈ અમલીયાર (રહે.સીમલીયા ખુર્દ), અરવિંદભાઈ મેસુભાઈ અમલીયાર (રહે.સીમલીયા ખુર્દ) અને વિદેશી દારૂ ભરી આપનાર વ્યક્તિનો સમાવેશ થયો હતો. આ સાથે પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૮૨૪ જેની કિંમત રૂા.૧,૮૨,૪૦૦, મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૮૭,૪૦૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત એકની અટક કર્યા બાદ લીમખેડા પોલીસે તમામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod