પતિ તથા સાસરીયાઓના ત્રાસથી દેવગઢ બારીઆની પરણિતાએ તળાવમાં ઝંપલાવતાં મોત
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ માન સરોવલ તળાવમાંથી બે દિવસ પહેલા એક પરણિતાની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ધનિષ્ઠ તપાસનો આરંભ કરતાંની સાથે જ પરણિતાના પિતા દ્વારા પોતાની પુુત્રીના સાસરીયા પક્ષના વ્યક્તિઓ દ્વારા નોકરી છોડી દેવા દબાણ તેમજ આ બાબતે શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં પોતાની દિકરીને પતિ તથા સાસરીયાઓ દ્વારા મરી જવા માટે મજબુર કરતાં પરણિતાએ તળાવમાં ઝંપલાવી પોતાનો જીવ આપી દિધો હોવાની પરણિતાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
ગત તા.૨૦મી જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે રકહેતી ભારતીબેન નામક પરણિત મહિલાની લાશ માન સરોવર તળાવમાંથી મળી આવી હતી. આ સંદર્ભે ભારતીબેનના પિતા શનાભાઈ ભાવાભાઈ બારીયા (રહે.મોટી ખજુરી,તા.દેવગઢ બારીઆ) દ્વારા પોતાના જમાઈ વિપુલભાઈ ગણપતભાઈ રાઠવા તથા વેવાઈ ગણપતભાઈ ભાવસીંગભાઈ રાઠવા અને મધુબેન ગણપતભાઈ રાઠવા દ્વારા પોતાની દિકરી ભારતીબેનને અવાર નવાર મેણા ટોણા મારી કહેતાં હતાં કે, તું નોકરી છોડી દે અને નોકરી નહીં છોડે તો તારા બાપના ઘરે જતી રહે, તેમ કહી ભારતીબેનને અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ ભારતીબેન દ્વારા માનસરોવર તળાવમાં મોતની ઝલાંગ લવાની આત્મહત્યાં કરી લીધી હોવાની ભારતીબેનને પિતા શનાભાઈ દ્વારા પોતાના જમાઈ અને વેવાઈ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod