દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી
દાહોદ તા.૨૩
દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતા એક રાહદારીને જાશભેર ટક્કર મારતા રાહદારીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓના પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતા સરદારભાઈ ઝવરાભાઈ બારીયા ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સમયે કાલીયાગોટા ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સરદારભાઈ ઝવરાભાઈ બારીયાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતા સરદારભાઈ બારીયાને માથાના ભાગે તેમજ શરીરે ઈજાઓ થતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સરદારભાઈ બારીયાનુ સારવાર દરમ્યાન મોત નીપજતા આ સંદર્ભે કાલીયાગોટા ગામે બારીયા ફળિયામાં રહેતા મુકેશભાઈ સરદારભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.