દાહોદ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બે ઈજાગ્રસ્ત બાળકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા
દાહોદ તા.૨૫
દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તાર ખાતે આજરોજ વહેલી સવારના સમયે એક રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાંની સાથે જ ત્રણ બાળકોને ઈજાઓ પહોંચી હતી અને આ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જાણવા મળ્યા અનુસાર, હાલ ઈજાગ્રસ્ત બાળકોની તબીયતમાં સુધારો છે.
દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા, ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ઘરવખરીનો સમાન બળી જવા પામ્યો છે. જાેકે આ આગના બનાવમાં બે બાળકી તેમજ એક બાળક સહીત ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતાં તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.જાેકે આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી પરંતુ સ્થાનિકોના કહ્યા અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ બનાવ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકો દાઝયા હતા. સવારના સમયમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકોના પિતા કલર કામ કરતા હોવાથી વહેલી સવારના સમયમાં કલર કામ પર જતા રહ્યા હતા.અને તેમની માતા બહાર શાકભાજી લેવા બહાર જતા ઘરમાં ૬ વર્ષીય અરમાન પઠાણ, ૪ વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ મળી ત્રણેય બાળકો ઘરમાં એકલા હતા. અને આ બનાવ બનતા ત્રણેય બાળકો દાઝી ગયા હતા.જાેકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ દોડ્યા હતા.
#Sindhuuday Dahod