નોન પ્રોફિટ ગ્રુપ ઓક્સફામના રિપોર્ટમાં ખુલાસો : કોરોનાકાળમાં ભારતના ૧૦૦ અબજાેપતિઓની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો : ૧૦૦ અબજાેપતિઓની સંપત્તિમાં ૧૨,૯૭,૮૨૨ કરોડ રૂપિયાનો વધારો થયો : અંબાણીની એક કલાકની આવક જેટલી કમાણી કરવા માટે અકૂશલ મજૂરને લાગશે ૧૦ હજાર વર્ષઃ રિપોર્ટ : રોગચાળો અને લોકડાઉનની સૌથી ખરાબ અસર અનૌપચારિક કામદારો પર પડી, આ સમય દરમ્યાન ૧૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી

ન્યુ દિલ્હી,તા.૨૫
દેશમાં કોરોના કાળ દરમિયાન અમીરી અને ગરીબી વચ્ચેની ખાઇ વધુ મોટી બની છે. સોમવારે સામે આવેલા નોન પ્રોફિટ ગ્રુપ ર્ંટકટ્ઠદ્બના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે, કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભારતના અબજપતિઓની સંપત્તિ ૩૫ ટકા જેટલી વધી છે, જ્યારે દેશના ૮૪ ટકા ઘરોને આર્થિક સમસ્યામાંથી પસાર થવું પડ્યું. એપ્રિલ ૨૦૨૦માં દર કલાકે ૧.૭ લાખ લોકોની નોકરી જઇ રહી હતી. ઓક્સફેમે કહ્યું કે રોગચાળો અને લોકડાઉનથી અનૌપચારિક કામદારો પર સૌથી ખરાબ અસર પડી છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૧૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી, જેમાં ૯.૨ કરોડ (૭૫ ટકા) અનૌપચારિક ક્ષેત્રના હતા. નૉન – પ્રૉફિટ ગ્રુપ ર્ંટકટ્ઠદ્બના એક રિપોર્ટ પ્રમાણે ૧૮ માર્ચથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન દુનિયાના ૧૦ ટોચના અબજપતિઓની સંપત્તિમાં ૫૪૦ બિલિયન ડૉલલરનો વધારો થયો છે. એવું અનુમાન છે કે આ દરમિયાન ઓછામાં ઓછા ૨૦ કરોડથી ૫૦ કરોડ લોકો ગરીબ થઈ ગયા છે. એપ્રિલ, ૨૦૨૦માં દરેક કલાકમાં ૧.૭ લાખ લોકોની નોકરીઓ જઇ રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ ૨૦૨૦ બાદથી ભારતના ૧૦૦ અબજપતિઓની જેટલી સંપત્તિ વધી છે, તેમાંથી દેશના ૧૩.૮ કરોડ ગરીબ લોકોને ૯૪,૦૪૫ રૂપિયાનો ચેક આપી શકાય છે. રિપોર્ટ અનુસાર, ભારતના ૧૦૦ અબજાેપતિઓની સંપત્તિમાં ૧૦ મહિનામાં ૧૨.૯૮ લાખ કરોડનો વધારો થયો છે જ્યારે દેશમાં લોકડાઉનના પહેલાં બે મહિનામાં લગભગ ૯.૨ કરોડ લોકોની નોકરીઓ ગઇ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં વધતી અસમાનતા કડવી છે. મહામારી દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ એક કલાકમાં જેટલી સંપત્તિ બનાવી તેટલું કમાવવા માટે ભારતના એક અકુશળ કારીગરને ૧૦ હજાર વર્ષ લાગી જશે. સાથે જ તે સમય દરમિયાન જાેવામાં આવ્યું કે, અચાનક લાદવામાં આવેલા લોકડાઉન બાદ લાખો પ્રવાસી મજૂરોએ પોતાનો રોજગાર, બચત, ખાવા-પીવા અને રહેવાની જગ્યા ગુમાવી હતી. તેવો પોતાના ગૃહ રાજ્યો તરફ પરત ફર્યા હતા. ઘણા મજૂરો સેકડો કિલોમીટર ચાલીને પોતાના ઘરે પહોંચ્યા હતા. રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસના શરૂ થયા બાદથી જ દુનિયાના ૧૦ સૌથી ટોચના અબજપતિઓએ જેટલી સંપત્તિ બનાવી છે, તેનાથી દુનિયાના સૌ કોઈને ગરીબીમાંથી બચાવી શકાય છે અને સૌને એક કોવિડ-૧૯ વેક્સિન ફ્રીમાં આપી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસે બતાવી દીધું છે કે દુનિયામાં માનવતા પાસે ગરીબીમાંથી નીકળવા માટેનું કોઈ સ્થાઈ સમાધાન નથી. તો અબજપતિઓએ આવા સંકટમાં સંપત્તિ બનાવવાની જગ્યાએ તેમની સંપત્તિનો ઉપયોગ લોકોની જિંદગી અને રોજગાર બચાવવા માટે કરવો જાેઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: