ઉચવાણી ગામે બે યુવકોનું પરાક્રમ ઃ લઘુશંકા માટે ઘરની બહાર નીકળેલ બે સગીરાઓ સાથે શારિરીક અડપગલાં કરતાં હોબાળો ઃ પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ઉચવાણિયા ગામે બે ઈસમોએ બે સગીરાઓ જ્યારે કુદરતી હાજતે જતી હતી તે સમયે તેઓનો એકલતાનો લાભ લઈ તેઓની પાસે જઈ હાથ પકડી, ખેંચતાણ કરી શારિરીક છેડછાડ કરતાં બંન્ને સગીરાઓએ બુમાબુમ કરી મુકતાં સગીરાના વાલી વારસ આવી જતાં બંન્ને નરાધમો નાસી જવામાં સફળ રહ્યાં હોવાનું જાણળા મળી રહ્યું છે.
દાહોદ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષી સગીરા અને તેની બહેન ઉંમર વર્ષ ૧૧ એમ બંન્ને સગીર બહેનો ગત તા.૨૨મી જાન્યુઆરીના રોજ કુદરતી હાજત માટે ઘરની બહાર નીકળી હતી. આ દરમ્યાન ઉચવાણીયા ગામે તળાવ ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ બાપુભાઈ ભુરીયા તથા ઉનાશભાઈ ખુમાનભાઈ ભુરીયા બંન્ને આ બંન્ને સગીર બહેનો પાસે આવ્યાં હતાં અને બંન્ને આ બહેનોને પકડી પાડી જમીન પર પાડી દઈ તેઓની સાથે શારિરીક અડપગલાં કરતાં બંન્ને બહેનોએ બુમાબુમ કરી મુકી હતી અને તેઓનો અવાજ સાંભળી આ સગીરાઓના પરિવારજનો દોડી આવતાં ઉપરોક્ત બંન્ને ઈસમો નાસી ગયાં હતાં.
આ સંબંધે બે પૈકી એક સગીરાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
#Sindhuuday Dahod

